HIV (હ્યુમન ઈમ્યુનો ડેફિસીએન્સી વાઈરસ) એ એક વાઈરસનું નામ છે જે મનુષ્યોમાં AIDS (અક્વાયર્ડ ઈમ્યુનો ડેફિશન્સિ સિન્ડ્રોમ) નામનો રોગ ફેલાવે છે.
HIV વાઈરસ મનુષ્યોની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને શરીરમાં રોગો સામે લડતા કોષોનો નાશ કરે છે જ્યારે HIV વાઈરસનો ચેપ તેની મહત્તમ ક્ષમતા પર હોય છે ત્યારે મનુષ્ય માંદો પડે છે જે રોગને AIDS કહે છે.
AIDS એ એક જીવલેણ રોગ છે અને જેનો હાલ સુઘી કોઈ સંપૂર્ણ ઈલાજ મળેલ નથી પરંતુ હાલ ઘણી દવાઓ છે જે મનુષ્યને HIV/AIDS રોગનો સામનો કરવામાં અને લાંબુ જીવન જીવવામાં મદદરૂપ થાય છે.
HIV વાઈરસનો ખૂબ મુશ્કેલથી એક મનુષ્ય માંથી બીજા મનુષ્યમાં ચેપ લાગે છે. તે પરસેવા, આંસુ, કે થૂંકથી ફેલાતો નથી. એક બીજાને ગળેમળવાથી, ચુંબન કરવાથી, હાથ મિલાવવાથી, વાતો કરવાથી કે AIDS રોગવાળા વ્યક્તિ સાથે રહેવાથી આ રોગ ફેલાતો નથી. આ ઉપરાંત છીંક દ્વારા, કફ દ્વારા કે મચ્છર કરડવાથી પણ AIDS ફેલાતો નથી.
HIV નો ચેપ લોહિ અને અન્ય શારીરિક પ્રવાહીઓ જેવા કે વીર્ય તથા યોનિ સ્ત્રાવ દ્વારા ફેલાય છે. અસુરક્ષીત શારીરિક સંબંઘ HIV ને એક વ્યક્તિ માંથી બીજી વ્યક્તમિાં ફેલાજી શકે છે. HIV વાયરસ ઘરાવતી વ્યક્તનિા શરીરમાં કોઈ ઘા થઈ જાય અને તેમાંથી લોહી વહેતું હોય તો તેને ખુલ્લા હાથે કદી સાફ ન કરવું અને ડૅાક્ટરનો તુરંત સંપર્ક કરવો. એક વ્યક્તિ દ્વારા વાપરાયેલ સોયનો કદી પુન: ઉપયોગ ન કરવો અને AIDS ગ્રસ્ત વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાયેલ સોયનો ઉપયોગ બાદ તરત નાશ કરવો.
યાદ રાખો જો તમે HIV/AIDS ગ્રસ્ત વ્યક્તનિે મળો ત્યારે ગભરાવાનું કોઈ કારણ નથી તમે તેની સાથે કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ સાથે રમી શકો છો તેની સાથે મિત્રતા કરી શકો છો. AIDS આપણા સમાજ માટે એક ભયંકર બિમારી છે તેનો સામનો સમજદારી પૂર્વક કરવો જોઈએ નહી કે ડરતા ડરતા.
0 comments:
Post a Comment