Monday 29 October 2012

થોર (cactus) કઈ રીતે પાણી વગર જીવી શકે છે?

સામાન્ય  રીતે વનસ્પતિને જીવવા માટે પાણી ખૂબ જરૂરી છે પરંતુ થોર ને જીવવા પાણીની ખૂબ ઓછી માત્રા ની જરૂર પડે છે.


થોરએ રસદાર, જાડાં અને માવાવાળા પાંદડા ધરાવતી વનસ્પતિ  છે, જે સૂકા અને ગરમ પ્રદેશ જેવાકે રણપ્રદેશમાં ઉગે છે . થોરને જીવવા માટે પણ થોડા પાણીની જરૂર પડે છે પરંતુ સામાન્ય  વનસ્પતિ કરતા ખૂબ ખૂબ ઓછી હોય  છે.
થોર ખૂબ ઓછા પાણીથી પણ જીવી શકે છે તેનું મુખ્ય કારણ તેમા પર્ણ હોતા નથી. જેથી થોરમાં બાષ્પીભવન થી પાણીનો વ્યય અન્ય વનસ્પતિઓ કરતાં ખૂબ ઓછો થાય છે. આ ઉપરાંત થોરની ડાળીઓ દળદાર હોય છે. જેમાં પાણીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે અને થોરનાં મૂળ જમીનમાં પાણી શોધવામાં અને શોષવામાં ખૂબજ કાર્યક્ષમ હોય છે.

1 comment:

  1. નમસ્કાર પ્રિય તમારો બ્લોગ સારો છે પણ તમારો બ્લોગ ઘણો જૂનો લાગે છે, મારી પાસે તમારા માટે એક મહાન સોદો છે, હું તમને બ્લોગને ખૂબ જ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને પ્રીમિયમ દેખાતી ડિઝાઇન બનાવી શકું છું. જો તમને રસ હોય તો કૃપા કરીને મારો સંપર્ક કરો. મારુ ઇમેઇલ. selfguide.in@gmail.com

    ReplyDelete