
HIV (હ્યુમન ઈમ્યુનો ડેફિસીએન્સી વાઈરસ) એ એક વાઈરસનું નામ છે જે મનુષ્યોમાં AIDS (અક્વાયર્ડ ઈમ્યુનો ડેફિશન્સિ સિન્ડ્રોમ) નામનો રોગ ફેલાવે છે.
HIV વાઈરસ મનુષ્યોની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને શરીરમાં રોગો સામે લડતા કોષોનો નાશ કરે છે જ્યારે HIV વાઈરસનો ચેપ તેની મહત્તમ ક્ષમતા પર હોય છે ત્યારે મનુષ્ય માંદો પડે છે જે રોગને AIDS કહે છે.
AIDS એ એક જીવલેણ રોગ છે અને જેનો હાલ સુઘી કોઈ સંપૂર્ણ ઈલાજ મળેલ નથી પરંતુ હાલ ઘણી દવાઓ...